Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

2019માં રિલીઝ થશે કાર્તિક-કૃતિની ફિલ્મ લૂકા છુપી

મુંબઇ: હોનહાર અદાકાર જોડી કૃતિ સનોન અને કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી દિનેશ વીજનની ફિલ્મ લુકા છૂપીની રિલિઝ ડેટ મંગળવારે જાહેર કરવાનાં આવી હતી. દિનેશ વીજનના પ્રવક્તાએ કહ્યા મુજબ લુકા છૂપી ૨૦૧૯ના માર્ચની પહેલીએ વિશ્વવ્યાપી રિલિઝ થશે. આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે જેમાં કૃતિ અને કાર્તિક પહેલીવાર સાથે ચમકી રહ્યાં છે. લક્ષ્મણ ઉટેકર ડાયરેક્ટર છે. ડાયરેક્ટર તરીકે આ એમની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં કૃતિ તથા કાર્તિક બંને ટીવી રિપોર્ટર તરીકે ચમકી રહ્યાં છે. દિનેશ વીજને કહ્યું હતું કે અમારા મેડોક બેનર તળે અમે એક વાતની સદા તકેદારી રાખી કે કમર્શિયલ હોવા ઉપરાંત ફિલ્મમાં કન્ટેન્ટ જોરદાર હોવું જોઇએ. આજનો દર્શક કન્ટેન્ટને મહત્ત્વ આપે છે. અમે સ્ત્રી બનાવી ત્યારે પણ એ વાત ધ્યાનમાં રાખી હતી કે કન્ટેન્ટ દર્શકોને જકડી રાખે એવું હોય. લુકા છૂપ્પીની કથા મથુરાની આસપાસ ઘૂમે છે. ઔઆ ફિલ્માં અપરાશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી અને વિનય પાઠક પણ ચમકી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે કૃતિની  બરેલી કી બરફી હિટ નીવડી છે, કાર્તિકની સોનુ કી ટીટુ કી સ્વીટી હિટ નીવડી છે અને દિનેશની છેલ્લી ફિલ્મ સ્ત્રી પણ હિટ નીવડી છે એટલે અહીં હિટ  ત્રિપુટી ભેગી થઇને નવી ફિલ્મ બનાવી રહી છે એમ કહી શકાય.

(6:57 pm IST)