Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

11 વર્ષ પછી ફરી ફિરોજ નડિયાદવાલા સાથે કામ કરશે અહમદ ખાન

મુંબઇબાગી અને બાગી ટુ જેવી હિટ ફિલ્મો આપનારા કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક અહમદ ખાનને સાજિદ નડિયાદવાલાના ભાઇ ફિરોઝ નડિયાદવાલાએ પોતાની વધુ એક ફ્રેન્ચાઇઝી માટે સાઇન કર્યા હોવાની માહિતી મળી હતી.બાગી સિરિઝ સાજિદની હતી અને વેલકમ સિરિઝ ફિરોઝ નડિયાદવાલાની હતી. બાગી સિરિઝમાંં ટાઇગર શ્રોફ અને દિશા પટની ચમક્યાં હતાં. બાગી સિરિઝ હિટ નીવડતાં ટાઇગર અને દિશા બંનેને મોટા બેનર્સની ફિલ્મો મળી હતી.વેલકમ સિરિઝની પહેલી બંને ફિલ્મો હિટ નીવડી હતી. એમાં અનિલ કપૂર, નાના પાટેકર, પહેલી કડીમાં અક્ષય કુમાર અને બીજી કડીમાં જ્હૉન અબ્રાહમ વગેરે ચમક્યાં હતા. બંને ફિલ્મો હિટ નીવડી હતી. બીજી કડીનું ડાયરેક્શન અનિસ બઝ્મીએ કર્યું હતું. જો કે ફિરોઝે ત્રીજી કડી માટે અહમદ ખાન પર પસંદગી ઢોળી હતીજો કે ફિરોઝ નડિયાદવાલા અને અહમદ ખાન પહેલીવાર સાથે કામ કરી રહ્યા નથી. અગિયાર વર્ષ પહેલાં ફિરોઝની શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ફૂલ એન ફાઇનલનું ડાયરેક્શન અહમદ ખાને કર્યુ હતુંનડિયાદવાલા બંધુઓના એક પ્રવક્તાએ કહ્યું કે આમ જુઓ તો ફૂલ એન ફાઇનલ તેમજ લકીર એમ અહમદની બે ફિલ્મો પીટાઇ ગઇ હતી. પરંતુ સાજિદને એની શક્તિ પર ભરોસો હતો એટલે પોતાની બાગી ફિલ્મો એની પાસે કરાવી હતી. બંને બાગી હિટ નીવડતાં ફિરોઝે વેલકમ થ્રી માટે અહમદ ખાનની ડાયરેક્ટર તરીકે ફરી પસંદગી કરી હતીઆમ અગિયાર વર્ષના ગાળા બાદ ફિરોઝ અને અહમદ ફરી સાથે કામ કરશે. સ્ટાર કાસ્ટ વગેરે હવે પછી જાહેર કરવામાં આવશે.

(6:56 pm IST)