Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

નિખિલ અડવાણીની ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં નજરે પડશે સોનાક્ષી સિંહા

મુંબઇકલ હો ન હો, સલામ--ઇશ્ક અને તાજેતરની બાઝાર જેવી કેટલીક સરસ ફિલ્મો આપી ચૂકેલા ફિલ્મ સર્જક નિખિલ અડવાણી હવે એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા હીરોઇન હશે એવી જાણકારી મળી હતી. નિખિલ ગમે તે ઘડીએ સોનાક્ષીને ઔપચારિક રીતે સાઇન કરશે એમ એના પ્રવક્તાએ કહ્યું હતું. સુપર સ્ટાર સલમાન ખાનની દબંગ સિરિઝથી અભિનય કારકિર્દી શરૃ કરનારી સોનાક્ષીએ છેલ્લાં પાંચ સાત વર્ષમાં જોરદાર સફળતા મેળવી હતી અને એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગઇ હતી. એણે અજય દેવગણ અને અક્ષય કુમાર જેવા ટોચના અભિનેતાઓ સાથે હિટ ફિલ્મો આપી હતી. મૂળ આ ફિલ્મ સોનમ કપૂર કરવાની હતી પરંતુ નિખિલ બાઝારના કામમાં બીઝી હતા અને ત્યારબાદ સ્ક્રીપ્ટમાં ફેરફાર થઇ રહ્યા હતા. એ દરમિયાન સોનમ કપૂરનાં લગ્ન થઇ ગયાં હતાં.એટલે નિખિલે સોનાક્ષીનો સંપર્ક સાધ્યો હતો. સોનાક્ષીને સ્ટોરીલાઇન ગમી જતાં એણે આ ફિલ્મ કરવાની હા પાડી હતી. હાલ આ ફિલ્મને સ્નો નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૯ના માર્ચમાં ફ્લોર પર જશે એમ મિડિયાને જણાવવામાં આવ્યું હતું. જો કે હજુ સ્ટારકાસ્ટ નક્કી કરવાની બાકી છે. માત્ર સોનાક્ષીનું નામ ફાઇનલ થયું છે.

(6:56 pm IST)