Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મુંબઇના મલ્ટીપ્લેક્સમાં સારા અલી ખાને દર્શકો સાથે બેસીને કેદારનાથ ફિલ્મની મજા માણીઃ દર્શકોને ખબર પણ ન પડી

જરા વિચારો, તમે થિએટરમાંકેદારનાથફિલ્મ જોવા જાઓ છો અને તમારી બાજુમાં સારા અલી ખાન બેઠી હોય અને તમને ખબર પણ પડે તો? મુંબઈના એક મલ્ટીપ્લેક્સમાં આવું થયું હતું. જ્યાં સારા અલી ખાન મૂવી જોઈ રહી હતી અને દર્શકોને ખબર પડી.

થઈ રહ્યાં છે સારાના વખાણ

સારા અલી ખાને તાજેતરમાં કેદારનાથથી ડેબ્યૂ કર્યું છે. ફિલ્માં તેની એક્ટિંગના વખાણ થઈ રહ્યાં છે. તે પોતાની પહેલી ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે અને દર્શકોનું શું રિએકશન છે તે જોવા માટે આતુર છે.

નુસરતબની જોઈ ફિલ્મ

દર્શકોને ફિલ્મ કેવી લાગી જાણવા માટે તેણે બુરખો પહેર્યો હતો અને નુસરત બની હતી. ફિલ્મની રાઈટર કનિકા ધિલ્લોન સાથે લોકલ થિએટર પહોંચી હતી.

મોમ અમૃતા પણ હતી સાથે

સારા અલી ખાન સાથે તેની મા અમૃતા સિંહ પણ સામાન્ય લોકોની જેમ ફિલ્મ જોવા ગઈ હતી.

સેલ્ફીમાં ખુશ લાગી અમૃતા

રાઈટર કનિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સારા સાથેની સેલ્ફી શૅર કરી છે. જેમાં અમૃતા સિંહ પણ જોવા મળે છે.

કનિકાએ લખ્યો આવો મેસેજ

કનિકાએ સેલ્ફી સાથે લખ્યું કે,”નુસરતસાથે મૂવી જોઈ. જ્યારે તમે દર્શકોનો રિસ્પોન્સ જોવા માટે ફિલ્મ જોવા જાઓ છો. પ્રેમ માટે તમારો આભાર.’

(4:36 pm IST)