Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની લગ્નગ્રંથીએ જોડાયા : અમૃતસરમાં ગ્રાન્ડ વેડિંગ :ચાહકોએ પાઠવી શુભકામના

નેકપીન-માથામાં પાઘડી પર ગ્રીન સ્ટોન શેરવાની સાથે રોયલ લુક :કૃષ્ણા -ભારતીની હાજરી

કોમેડિયન કપિલ શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે, લગ્ન બાદ તેણે પોતાની પત્ની ગિન્ની ચતરથ સાથે એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો આ તસવીર જોઈને ન્યૂલી મેરિડ કપલને ફેન્સે શુભ કામનાઓ પાઠવી હતી,12મી ડિસેમ્બરે અમૃતસરમાં ગ્રાન્ડ વેડિંગનું આયોજન કરાયું હતું તેમાં કપિલ અને ગિન્નીના પરિવાર તથા મિત્રો શામેલ થયા હતા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કપિલના નજીકના મિત્રો પણ તેને શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા. તેમાં કોમેડિયન કૃષ્ણા અને ભારતી પણ હતા

  કપિલ શર્મા અને ગિન્ની ચતરથે લગ્ન માટે શાહી લૂક અપનાવ્યો હતો કપિલે આ ખાસ અવસરે એમરલ્ડ ગ્રીન કલરની શેરવાની પહેરી હતી. જેના પર ગોલ્ડન કલરથી વર્ક કરાયું હતું. સ્લીવ્સ પર સોનાના દોરાથી કારીગરી કરેલી હતી. આ સાથે કપિલે લેયર્ડ સ્ટોન નેકપીસ અને માથા પર પહેરેલી પાઘડી પર મેચિંગ ગ્રીન સ્ટોનની કલગી લાગેલી હતી. એક હાથમાં તે તલવાર પકડેલો હતો. આ સમગ્ર ગેટઅપથી રોયલ લૂકની ફીલિંગ મળી રહી હતી.તો ગિન્ની ચતરથ આ અવસરે ટ્રેડિશનલ લાલ રંગના આઉટફીટમાં હતી. દુલ્હનના વેશમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના લાલ કલરના લેંઘા પર સિલ્વર વર્ક કરવામાં આવ્યું હતું. જ્વેલરી માટે ગોલ્ડ પસંદ ન કરીને ગિન્નીએ કોન્ટ્રાસ્ટિંગ લૂક અપનાવ્યો અને ગ્રીન ડાયમંડ લુકવાળી જ્વેલરી પહેરી, જે કપિલનીકપિલ શર્મા ગિન્નીને લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો. તેણે પોતાના રિલેશનને લઈને સૌથી પહેલા સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો. બાદમાં એવી જાણકારી આવી હતી કે બંને અલગ થઈ ચૂક્યા છે. જોકે આ અફવા છતાં બંને સાથે રહ્યા હતા. શેરવાની સાથે પણ મેચિંગ કરી રહી હતી.

(11:27 am IST)