Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

હર્ષિતા ગોરને સૈફ- નવાજુદ્દિન સાથે વેબ સિરીઝ મળી

વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ-૨'નું શુટીંગ મુંબઇમાં ચાલી રહ્યું છે. સૈફ અલી ખાનની  સેટ પરની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. હવે આ શો સાથે એક બીજી અભિનેત્રી પણ જોડાઇ ગઇ છે. હર્ષિતા ગોૈરને આ સિરીઝમાં મહત્વનો રોલ અપાયો છે. હર્ષિતાના કહેવા મુજબ સેક્રેડ ગેમ્સ-૨માં મને રોલ મળતાં હું ખુશ છું. જો કે હું કારા પાત્ર વિશે હાલમાં વિશેષ કંઇ કહી શકુ તેમ નથી. વેબ સિરીઝની દુનિયામાં હર્ષિતા ગોૈર લોકપ્રિય ચહેરો બની રહી છે. અગાઉ તે મિર્ઝાપુરમાં કામ કરી ચુકી છે. તો અલ્ટ બાલાજીની 'પંચબીટ'માં પણ કામ કરી રહી છે. જેનું શુટીંગ હાલમાં ચાલી રહ્યું છે. હર્ષિતાએ ૨૦૧૩માં ટીવી શો સાડ્ડા હક્ક થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ગયા વર્ષે તેની બ્લેક કોફી નામની સિરીઝ પણ આવી હતી.

(10:02 am IST)