Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વેબ સિરીઝમાં કામ કરશે અજય

અભિનેતા અજય દેવગણ ફિલ્મ નિર્માણનું કામ પણ કરે છે. તે અમિતાભ બચ્ચનને લઇને એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. બીજી તરફ તેણે એક સાથે પાંચ પ્રોજેકટ સાઇન કર્યા છે. તાન્હાજી-ધ અનસંગ વોરિયરની શાનદાર સફળતા પછી તે સતત નવી ફિલ્મો હાથ પર લઇ રહ્યો છે. અમેઝોન પ્રાઇમ સાથે તેણે પાંચ ફિલ્મોનું ડીલીંગ કર્યુ છે. સલમાન ખાન સાથે અમેઝોને સોૈથી મોંઘી ડીલ કર્યા પછી અજય સાથેની આ બીજી એવી ડીલ છે જે ભારતની સોૈથી મોંઘી ડીલ છે. અજય આ પાંચ ફિલ્મો ઉપરાંત એક વેબ સિરીઝમાં પણ કામ કરશે. આ સિરીઝનું નામ લુથર રાખવામાં આવ્યાની ચર્ચા છે. અજયએ તાજેતરમાં અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મનું એલાન કર્યુ છે તેનું નામ મેડે રાખ્યું છે. આ ફિલ્મમાં અજય અને અમિતાભ સાત વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. અજય પોતે આ ફિલ્મનું નિર્માણ ઉપરાંત નિર્દેશન પણ કરશે. અજયની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, મૈદાન, ગોલમાલ-૫, આરઆરઆર સહિતની કતારમાં છે.

(9:52 am IST)