Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વિદ્યાના પતિના રોલમાં જીશુ સેનગુપ્તા

અભિનેત્રી વિદ્યા બાલન 'શકુંતલા દેવી-હ્યુમન કમ્પ્યુટર' નામની ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. વિદ્યાના પતિના રોલમાં કયા અભિનેતાને લેવામાં આવશે? તેની ચર્ચા થઇ પડી હતી. હવે આ રોલ બંગાળી અભિનેતા જીશુ સેનગુપ્તાને અપાયો છે. જીશુએ કહ્યું હતું કે મને શકુંતલા દેવી-હ્યુમન કમ્પ્યુટરમાં રોલ મળતાં હું રોમાંચીત થયો છું. ફિલ્મમાં મને શકુંતલા દેવીના પતિ પરિતોષ બેનર્જીનું પાત્ર ભજવવાની તક મળી છે. અમે ફિલ્મનું શુટીંગ પણ શરૂ કરી દીધું છે. મેં મારા ભાગના કેટલાક દ્રશ્યોનું કામ પુરૂ કરી લીધું છે. જીશુએ કહ્યું હતું કે વિદ્યા બાલન સાથે કામ કરવું એ ખુબ મજેદાર બાબત છે. તે સેટ પર હાજર હોય ત્યારે એક પણ પળ કંટાળો આવતો નથી. તે હમેંશા હસતી રહે છે અને મજાક કરતી રહે છે. આ ફિલ્મના નિર્દેશક અનુ મેનન છે. જીશુએ અનુના કામના પણ ખુબ વખાણ કર્યા હતાં. શકુંતલા દેવીના જીવન પરથી આ ફિલ્મ બની રહી છે. વિદ્યાએ કહ્યું હતું કે હું આ પાત્ર ભજવીને ખુબ જ ઉત્સાહિત છું.

(9:59 am IST)