Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મોનાલિસાની કાતિલ અદા

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ટીવી પરદે પણ સતત સક્રિય છે. હાલમાં તે ટીવી પરદાના ખુબ જાણીતા શો નઝરમાં ડાયનનો રોલ નિભાવી રહી છે. મોનાલિસા અભિનયની સાથો સાથ સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. તે સમયાંતરે પોતાની ગ્લેમરસ અને હોટ તસ્વીરો પોસ્ટ કરી આગ લગાડતી રહે છે. તાજેતરમાં તેણે કાળા રંગની સાડી સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. તેમાં તે કાતિલ દેખાઇ રહી છે. આ તસ્વીરો ખુબ વાયરલ થઇ છે. મોનાલિસાની કાળી સાડીમાં લાલ રંગની બોર્ડર છે જે તેના પર ખુબ આકર્ષક લાગી રહી છે. મોનાલિસાએ એકદમ સાદો મેકઅપ કર્યો છે. કયારેક સાડીમાં તો કયારેક ટુંકા વસ્ત્રોમાં મોનાલિસા સતત તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોનાલિસા મોટુ નામ છે. ત્યાંથી સોૈથી બોલ્ડ અભિનેત્રી તે ગણાય છે. તેણે ભોજપુરી ભાષાની સવાસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

(1:45 pm IST)