Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાજશ્રીની નવી ફિલ્મ 'હમ ચાર'

મુંબ: છેલ્લા છ  સાત દાયકાથી સંસ્કારી ફિલ્મો આપવા માટે પંકાયેલા રાજશ્રી બેનરે પોતાની નવી ફિલ્મની ઔપચારિક જાહેરાત સોમવારે કરી હતી.છેલ્લે ચારેક વર્ષ પહેલાં સુપર સ્ટાર સલમાન ખાન, સોનમ કપૂર અને નીલ નીતિન મૂકેશને ચમકાવતી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો રાજશ્રીએ રજૂ કરી હતી. આ ફિલ્મ સુપરહિટ નીવડી હતી.છેલ્લાં ૭૧ વર્ષથી રાજશ્રી પોતાની આગવી સ્ટાઇલથી સંસ્કારી ફિલ્મો આપતી રહી છે. સ્થાપક તારાચંદ બડજાત્યાથી માંડીને એમના પરિવારના મોટા ભાગના સભ્યો આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને સૌ સાથે મળીને ફિલ્મ સર્જનમાં પ્રદાન કરતા રહ્યા છે.રાજશ્રીએ જાહેર કરેલી નવી ફિલ્મનું ટાઇટલ હમ ચાર છે. પારિવારિક ભાવનાને પ્રોત્સાહન આપતી આ કંપનીની ફિલ્મોએ એક પરંપરા સર્જી છે. એના પ્રવક્તાએ કહ્યા મુજબ સાચા દોસ્તો પણ પરિવારનો એક હિસ્સો બની રહે છે. હામ ચાર એવા દોસ્તોની વાત રજૂ કરશે જે એક કુટંુબના સભ્યો જેવા બની રહ્યા હતા.આ જાહેરાત સાથે એક વિડિયો ક્લીપ રજૂ કરાઇ હતી જેમાં જણાવ્યું હતું કે ફ્રેન્ડ્સ આર ફેમિલી ટુ...(દોસ્તો પણ કુટુંબીજનો છે). ફિલ્મના કલાકારો, ડાયરેક્ટર વગેરે કોઇ જાહેરાત આ સાથે કરાઇ નહોતી. 

 

 

(4:15 pm IST)