Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ફિલ્મ ભારત માટે લુધિયાણામાં બનાવવામાં આવ્યો વાઘા બોર્ડરનો સેટ

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનની અલી અબ્બાસ નિર્દેશિત ફિલ્મ ભારત માટે લુધિયાણામાં વાઘા બોર્ડરના અદ્દલ સેટ ઊભા કરાયા હોવાની જાણકારી મળી હતી.આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ સુરક્ષાના કારણોસર અસલ વાઘા બોર્ડર બોર્ડર સિક્યોરિટી ફોર્સે શૂટિંગ કરવાની પરવાનગી આપી નહોતી એટલે અમારે લુધિયાણામાં વાઘા બોર્ડરનો સેટ ઊભો કરવો પડયો હતો.આ ફિલ્મમાં પહેલીવાર સલમાન ખાન દેશભક્તના રોલમાં હશે. પંદર વર્ષના ટીનેજરથી માંડીને પંચોતેર એંસી વર્ષના જૈફ તરીકેના એના જીવનના ચાર પાંચ તબક્કા રજૂ કરવાની ડાયરેક્ટરની યોજના છે.મૂળ વાઘા બોર્ડર અમૃતસર નજીક છે જ્યારે ફિલ્મ માટે ઊભા કરાયેલા સેટ લુધિયાણાના બાલોવાલ વિસ્તારમાં આવેલા છે. વાસ્તવિક સેટ ઊભા કરવા સારો એવો ખર્ચ કરાયો હતો એમ પણ આ માહિતી આપનારા સૂત્રે કહ્યું હતું.આ સેટ પર તાજેતરમાં સલમાન ખાન અને કેટરિના કૈફનાં કેટલાંક દ્રશ્યો શૂટ કરાયાં હતાં.

(3:58 pm IST)