Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ડાન્સ પ્લસ4: કરિશ્મા કપૂરે કર્યો ટન ટના ટન પર સુપર ડાન્સ: વિડીયો કર્યો શેયર

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર ભલે અત્યારે કોઈ ફિલ્મોનથી કરી રહી પણ તેની લોકપ્રિયતા આજે પણ એટલી છે. ફેન્સ તેને આજે પણ ખુબ પસંદ કરે છે. તાજેતરમાં કરિશ્મા કપૂર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસનાં સેટ પહોંચી હતી જ્યાં તેને તેની ફિલ્મના એક ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો તેનો વિડિઓ કરિશ્માએ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. વીડિયોને કરિશ્માના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. કરિશ્માએ તેની ફિલ્મ જુડ઼વાના ગીત ટન ટના ટન પર ડાન્સ કર્યો હતો.

 

(3:52 pm IST)