Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દીપીકા-રણવીરનાં શાહી લગ્નના વેન્યુની તસવીરો જોઇ લો રિસેપ્શનમાં સામેલ થનાર મહેમાનો સામે રાખવામાં આવી છે ખાસ શરત

મુંબઇ તા. ૧૩ : દીપિકા-રણવીરના રોયલ વેડિંગને લઇને સામાન્યથી માંડીને ખાસમાં ગજબનો ઉત્સાહ છે. ૧૪ અને ૧૫ નવેમ્બરે ઇટલીના લેક કોમોમાં યોજાનાર તેેમના લગ્નના વેન્યુની તસવીરો સામે આવી છે. સાથે જ મુંબઇ અને બેન્ગલોરમાં આયોજિત લગ્નનું રિસેપ્શન કાર્ડ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. આ ઇન્વિટેશન કાર્ડ પર ૨૮ નવેમ્બરે મુંબઇમાં રિસેપ્શન યોજવાની માહીતી આપવામાં આવી છે. આએક ભવ્ય રિસેપ્શન છે, જેમાં બોલીવુડની હસ્તીઓ સામેલ થવાની છે. કુલ ત્રણ હજાર લોકો આ રિસેપ્શનમાં જોડાશે. રિસેપ્શનમાં આવનાર મહેમાનો સામે શરત રાખવામાં આવી છે. તેમણે શરત રાખી છે કે તેેઓ ગિફટના બદલામાં NGO  ધ લિવ-લવ લાફ ફાઉન્ડેેશનને ડોનેટ કરી શકે છે. દીપિકા આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે. દીપિકા-રણવીરના શાહી વિવાહમાં સામેલ થવા માટે મહેમાનો પણ રવાના થઇ ચુકયા   છે.

(4:13 pm IST)