Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઇન્ડિયન આઇડલની રેનુને સલિમ-સુલેમાને આપી ગીતની ઓફર

ટીવીના રિયાલીટી શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને ઘણો ફાયદો થતો હોય છે. જાણીતી સંગીતકાર જોડી સલિમ-સુલેમાને ઇન્ડિયન આઇડલની એક સ્પર્ધક રેનુ નાગરને એક ગીત માટે પસંદ કરી છે. મુળ રાજસ્થાનની રેનુ ઇન્ડિયન આઇડલ-૧૦ના આઠ સ્પર્ધકોમાં સામેલ છે. સલિમે કહ્યું હતું કે રેનુનો અવાજ અવિશ્વસનીય છે, જે ખુબ જ પ્રભાવશાળી છે. દરેક સંગીત નિર્દેશકો હમેંશા આવા અવાજની શોધમાં હોય છે. રેનુનો અવાન નવો અને અલગ જ છે. તેના માટે ગીત લખવાનું ખુબ ગમહશે. સલિમ અને સુલેમાને કહ્યું હતું કે અમને ખુશી થશે જો રેનુ અમારા માટે એક ગીત ગાશે. શોમાં સલિમ અને સલમાન મહેમાન બનીને આવ્યા હતાં. નેહા કક્કડ, વિશાલ દદલાની આ શોમાં જજ છે.

(10:38 am IST)