Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મહાનાયક અમિતાભ અને જયા બચ્ચનની સંપત્તિ કેટલી હશે? સંપત્તિનું મૂલ્ય ૨૦૧૨માં રૂપિયા ૩૪૩ કરોડ હતું

મુંબઇ :  ૧૧મી ઓકટોબરે અમિતાભ બચ્ચનને પોતાનો ૭૭ મો જન્મદિવસ ઊજવ્યો. તેઓ વર્ષ ૧૯૬૯થી બોલવૂડમાં એકટવિ છે અને નાના પડદે તેમજ વિજ્ઞાપનોમાં પણ જોવા મળે છે. તેમણે પોતાની લાંબી કારકિર્દીમાં એક સફળ અને બહેતરીન અભિનેતાની છબી બનાવી છે.

૨૦૧૫ની ફોર્બ્સની એક રિપોર્ટરના અનુસાર અમિતાભની નેટવર્થ ૩૩.૫ મિલિયન ડોલર છે. આ ઉપરાંત તેમની પત્ની જયાએ સમાજવાદી પાર્ટીથી સાંસદ જયા બચ્ચને પણ પોતાની કુલ સંપત્તિ વિશે માહિતિ આપી હતી. નામાંકન દરમિયાન જયાએ સોગંદનામામાં પોતાની અને અમિતાભની ૧૦.૦૧ અરબ રૂપિયાની સંપત્તિ દાખવી છે.

આ સાથે આ યુગલ પાસે રૂપિયા ૪૬૦ કરોડની અચલ સંપત્તિ છે. જે ૨૦૧૨ની સાલની સરખામણીમાં રૂપિયા ૧૫૨ કરોડ એટલે બમણા કરતાં પણ વધુ છે. આ જ રીતે ચલ સંપત્તિનું મૂલ્ય ૨૦૧૨માં લગભગ રૂપિયા ૩૪૩ કરોડ હતું જે હવે વધીને રૂપિયા ૫૪૦ કરોડ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરે છે.

 

(11:34 am IST)