Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સ્વ.કિશોર કુમારની 31મી પુણ્યતિથિ : જાણો તેમના વિશે ખાસ વાતો

મુંબઈ: તેઓ ખંડવા જવા ઇચ્છતા હતા. જિંદગીનાં છેલ્લા દિવસો ઘરમાં વિતાવવા ઇચ્છતા હતા. તેમને મુંબઈ ક્યારેય તેમના ઘર જેવું નહોતુ લાગ્યુ. તેમને બધું છોડી દેવુ હતુ. તેઓ એકલતા અનુભવતા હતા. તેમને લાગતુ હતુ કે તેમનો કોઈ દોસ્ત નથી. તેઓ ગાયક હતા, એક્ટર હતા, ગીતકાર હતા, સંગીતકાર હતા, નિર્માતા હતા અને સ્ક્રિપ્ટ રાઇટર પણ હતા. એક શબ્દમાં કહેવામાં આવે તો તેઓ જીનિયસ હતા, પરંતુ લોકો તેમને દીવાના માનતા હતા, પાગલ માનતા હતા, અક્કડ માનતા હતા. વ્યક્તિ એટલે આભાસ કુમાર ગાંગુલી. આભાસ કુમાર ગાંગુલીનું બાળપણમાં એક સપનુ હતુ. તેઓ પોતાના મોટાભાઈ કરતા વધારે પૈસા કમાવવા અને કેએલ સહગલ જેમ ગીતો ગાવા ઇચ્છતા હતા. મધ્યપ્રદેશનાં ખંડવામાં 4 ઑગષ્ટ 1929નાં દિવસે આભાસ એટલે કે કિશોર કુમાર ગાંગુલીનો જન્મ થયો હતો. કેવી રીતે માની શકાય છે કે કિશોર કુમાર જેવા વ્યક્તિ એકલા હોઇ શકે છે? એક સમય હતો જ્યારે તેઓ ફિલ્મનાં ડાયરેક્ટર-પ્રોડ્યુસરથી બચવાનાં પ્રયત્નો કરતા, પરંતુ જેવું કહેવામાં આવે છે કે મુંબઈને તેઓ ભલે છોડવા ઇચ્છતા હતા, પરંતુ માયાનગરી તેમને છોડવા નહોતી ઇચ્છતી. છોડ્યા પણ નહીં. કિશોર કુમારનાં પિતા કુંજલાલ ગાંગુલી વકીલ અને મા ગૌરી દેવી ધનાઢ્ય પરિવારથી હતા. કિશોર 4 ભાઈઓમાંથી સૌથી નાના હતા. સૌથી મોટા અશોક, ત્યારબાદ સતી દેવી અને પછી અનૂપ. જ્યારે અશોક કુમાર મોટા અમિનેતા બની ગયા ત્યારે કિશોર બાળક હતા. ભાઇઓની સાથે કિશોરને પણ ફિલ્મો અને સંગીતનો શોખ જાગ્યો. તેઓ કેએલ સહગલનાં ફેન હતા. તેમના જેમ ગાવાનાં પ્રયત્ન કરતા હતા. ઇન્દૌરની ક્રિશ્ચિયન કૉલેજથી તેઓ ગ્રેજ્યુએટ થયા. તેઓ મુબંઈ આવ્યા ત્યારે તેમણે મુંબઈ ટૉકીઝ માટે કોરસ ગાવાનું શરૂ કર્યું. તેમણે નામ પણ બદલી નાંખ્યું. 1948માં આવેલીજિદ્દીફિલ્મમાં કિશોર કુમારે પોતાનું પ્રથમ ગીત ગાયુ- ‘મરને કી દુઆએં ક્યોં માંગુ.’ ત્યારબાદ કિશોર કુમારને ગાયક તરીકે નહીં, પરંતુ અભિનેતા તરીકે પણ ફિલ્મો મળવા લાગી. ફિલ્મહાફ ટિકિટનાં ગીતઆકે સીધી લગી દિલ પે જૈસે કટરિયા…’માં સલિલ ચૌધરી સંગીતકાર હતા. તેઓ ઇચ્છતા હતા કે કિશોર કુમાર અને લતા મંગેશકર ગીત ગાય. લતા મંગેશકર શહેરમાં નહોતા. સલિલ ચૌધરીને કોઇપણ હિસાબે ગીત રેકોર્ડ કરવું હતુ. કિશોર કુમારે સમસ્યા દૂર કરી દીધી અને તેમણે પુરૂષ અને મહિલા બંનેનાં અવાજમાં ગીત ગાયુ હતુ.

(7:23 pm IST)