Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દિગ્ગજ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર રોશનઆરા ખાન ઉર્ફ અન્નપૂર્ણા દેવીનું 91 વર્ષે નિધન

મુંબઈ: દિગ્ગજ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર રોશનઆરા ખાન ઉર્ફ અન્નપૂર્ણા દેવીનું શનિવારે મુંબઈની 91 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ ભારત રત્નથી સન્માનિત સિતારવાદક પંડિત રવિશંકરની પહેલા પત્ની અને તેમના ગુરૂજી ઉત્સાદબાબાઅલાઉદ્દીન ખાનની પુત્રી હતી. સુરબહાર વાદક અન્નપૂર્ણા દેવી પદ્મ ભૂષણ જેવા પારિતોષિતોથી સન્માનીત કરવામાં આવ્યા હતા. સંગીતની દુનિયામાં અન્નપૂર્ણા દેવીના નામથી મશહૂર સંગીતકારનું અસલી નામ રોશનઆરા ખાન હતુ. તેમનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અન્નપૂર્ણા દેવી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની પ્રસિદ્ધ ભારતીય સુરબહાર વાદક હતા. તેમને નામ જૂના મૈહર રાજઘરાના બ્રજનાથ સિંહે આપ્યુ હતુ. ત્યારબાદ તેઓ સંગીતની દુનિયામાં રોશનઆરાને અન્નપૂર્ણા નામથી જાણીતા થયા હતા. તેઓ ભારતીય સંગીતની દુનિયાના જાણીતી હસ્તી હતા. અલાઉદ્દીન ખાનની પુત્રી અને શિષ્યા હતા. તેમણે તે સમયના મશહૂર તારવાદક પંડિત રવિશંકર સાથે લગ્ન કર્યા હતા. પાછળથી તેમનું લગ્નજીવન ભંગ થયુ હતુ.

(7:22 pm IST)