Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પોતાની બીમારી વિશે કશું કેહવા નથી માંગતા રિશી કપૂર

મુંબઇ:સિનિયર અભિનેતા રિશિ કપૂર હાલ અમેરિકામાં સારવાર લઇ રહ્યા છે. પોતાને કઇ તકલીફ કે બીમારી છે એેની વાત કરવા તૈયાર નથી એવી જાણકારી મળી હતી.અત્યાર અગાઉ બોલિવૂડના બે કલાકારો કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બન્યાં હતા અને હાલ વિદેશમાં સારવાર લઇ રહ્યાં છે. વર્ષના આરંભમાં વિશાલ ભારદ્વાજ પોતાની ફિલ્મ સપના દીદી ફ્લોર પર લઇ જાય પહેલાં ઇરફાન ખાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને સારવાર માટે ઇંગ્લેંડ જવા રવાના થયો હતો. ત્યારબાદ સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાની વાત જાહેર થઇ હતી અને હાલ સોનાલી પણ અમેરિકામાં સારવાર હેઠળ છે. સારવારના પગલે એના માથાના બધા વાળ ખરી ચૂક્યાં છે અને વીગ પહેરતી થઇ છે. જો કે બહાદૂરીથી પોતાની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. તાજેતરમાં આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કાશ્યપને કેન્સર થયું હોવાનું નિદાન જાહેર થયું હતું.હવે રિશિ કપૂર અમેરિકામાં સારવાર હેઠળ છે. એમની બીમારી ગંભીર હોવાની શંકા હકીકત પરથી સમજાઇ હતી કે સારવાર લેવા અમેરિકા ગયા એના બીજા દિવસની સવારે એમની માતા કૃષ્ણા કપૂરનું મુંબઇમાં નિધન થયું પરંતુ રિશિ, એની પત્ની નીતુ કે એનો અભિનેતા પુત્ર રણબીર કપૂર મુંબઇમાં હાજર રહી શક્યાં નહોતાંજો કે રિશિ કપૂર પોતાની બીમારી વિશે વાત કરવા તૈયાર નથી. માને છે કે બહુ અંગત બાબત છે અને વિશે મિડિયાએ પૂછપરછ ટાળવી જોઇએ. જો કે કપૂર પરિવારની નિકટનાં સૂત્રોએ રિશિને કેન્સર હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

(7:26 pm IST)