Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અનુષ્કા શર્મા નવી વેબ સિરીઝ બનાવવાની તૈયારીમાં

મુંબઇ: મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્મા અને વરુણ ધવનની ફિલ્મ સુઇ ધાગા ધીમી ગતિએ ૧૦૦ કરોડ તરફ ગતિ કરી રહી છે ત્યારે અનુષ્કા એક નવી વેબ સિરિઝ બનાવવાની તૈયારીમાં હોવાની જાણકારી મળી હતી.સુઇ ધાગા બીજા સપ્તાહમાં ૭૨ કરોડનો આંક વટાવી ચૂકી છે. દરમિયાન અનુષ્કા પોતે સ્થાપેલી ફિલ્મ કંપની દ્વારા એક વેબ સિરિઝ બનાવવાની તૈયારીમાં પડી હોવાનું એની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રે વધુ માહિતી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે હું તમને એટલી માહિતી આપી શકું કે વેબ સિરિઝ મર્દ પોલીસ અધિકારીની કથા રજૂ કરશેઅત્યાર અગાઉ પ્રિયંકા ચોપરા અને રાની મુખર્જી ચોપરા ઇમાનદાર પોલીસ અધિકારીના રોલ કરી ચૂકી છે. હવે અનુષ્કા પણ ટાઇપનો રોલ લઇને વેબ સિરિઝ બનાવશે એવી માહિતી મળી હતી. અત્યારે ઇમાનદાર પોલીસ અધિકારીઓની વાતો ખૂબ ચાલી રહી છે. એટલે અનુષ્કા આવું કંઇક કરે તો નવાઇ નહીં.

(7:21 pm IST)