Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જૂતા ચોરવાની રસમમાં જીજાજી પાસે ૩૭ કરોડ રૂપિયા માંગશે પરિણીતી ચોપરા

દીદી-જીજાજીના ગીતો પર કરશે ડાન્સ

મુંબઇ, તા.૧૩: આજકાલ બોલિવુડમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ચારેકોર ચર્ચા છે. આ વચ્ચે એક ખબર એવી પણ છે કે નિકની સાળી પરિણિતી ચોપરાએ પોતાના થનારા જીજાજી પાસે જૂતા છૂપાવવા માટે મોટી રકમ ડિમાન્ડ કરી છે. કદાચ આજ સુધી કોઈ સાળીએ જીજા પાસે આટલી મોટી રકમ નહિં માંગી હોય. પરીએ કહ્યું છે કે તે તેના જીજાને આસાનીથી નથી છોડવાની. પરિણીતીએ કહ્યું છે કે તે નિકના જૂતા ચોરીને તેની પાસે ૫ મિલિયન ડોલર્સ એટલે કે લગભગ રૂ. ૩૭ કરોડ રૂપિયા માંગવાની છે.

પરીએ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે તેણે દીદી પ્રિયંકાના લગ્ન માટે કેવી કેવી તૈયારીઓ કરી છે. તેણે જણાવ્યું કે તે તૂન મારી એન્ટ્રિયા, રામ ચાહે લીલા ચાહે રામ જેવા ગીત પર ડાન્સ કરશે અને નિકના સોંગ્સ પર પણ ડાન્સ કરશે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં થયેલી નિક પ્રિયંકાની રોકા સેરેમનીમાં પરિણિતી ખાસ્સી એકસાઈટેડ લાગતી હતી. રોકા પહેલા તે પ્રિયંકા અને નિક સાથે ગોવામાં વેકેશન એન્જોય કરવા પણ ગઈ હતી.(૨૩.૧૩)

 

(7:15 pm IST)
  • મુંબઈના જાણીતા સ્થળો પર ગરબાનો વીડિયો થયો વાઈરલ access_time 4:38 am IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST