Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ફરી એકવાર પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે એશા

અભિનેત્રી એશા ગુપ્તા વધુ એક વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાની છે. એમએકસ પ્લેયર પર પંદરમીથી રિલીઝ થઇ રહેલી સિરીઝ નકાબમાં તે પોલીસ અધિકારીના રોલમાં છે. આ સિરીઝમાં મલ્લિકા શેરાવત પણ ખાસ ભુમિકામાં છે. મલ્લિકાએ અત્યાર સુધી ફિલ્મોમાં ગ્લેમરસ રોલ નિભાવ્યા છે. હવે તે ક્રાઇમ થ્રિલર સિરીઝથી ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરી રહી છે. સિરીઝની કહાની જોઇએ તો અભિનેત્રી વિભા દત્તાનું રહસ્યમય મોત થઇ જાય છે. આ એક હાઇપ્રોફાઇલ કેસ છે. જેની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ભયાનક રહસ્યો સામે આવતાં રહે છે. વિભાની કેટલીક એવી વાતો પણ સામે આવે છે જે ચોંકાવનારી હોય છે. સવાલ એ ઉભો થાય છે કે તેનું મોત મર્ડર હતું કે સ્યુસાઇડ? એશા ગુપ્તા ઇન્સપેકટર અદિતીના રોલમાં છે. તે આ કેસની કેવી રીતે તપાસ કરે છે તે સિરીઝમાં જોવા મળશે. સિરીઝનું નિર્દેશન સોૈમિક સેનનું છે. ગોૈતમ રોડે પણ ખાસ રોલમાં છે.

(10:10 am IST)