Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

પરિણીતી ચોપરા લઇ રહી છે બેડમીંટનની ટ્રેનિંગ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા આ દિવસોમાં બેડમિંટન રમવા માટે ટ્રેનિંગ લઈ રહી છે. પરિણીતી ચોપડા તાજેતરમાં જબારીયા જોડી ફિલ્મમાં જોવા મળી હતી. પરિણીતી પાસે બીજી બે મોટી ફિલ્મો છે. જ્યારે પરિણીતી હોલીવુડની ફિલ્મ ગર્લ ઓન ધ ટ્રેનનાં શૂટિંગમાં વ્યસ્ત છે.બીજી તરફ તે બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપિકમાં જોવા મળશે. આ દિવસોમાં પરિણીતીએ હોલીવુડ ફિલ્મના રિમેક પર કામ કરવાનું શરૂ કર્યું છે. દરમિયાન, સાયનાની જેમ પરિણીતી પણ બેડમિંટન રમવા માટે તાલીમ લઈ રહી છે.

(5:20 pm IST)