Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

કામ્યા કરશે બીજા લગ્ન

ટીવી અભિનેત્રી  કામ્યા પંજાબી ફરીથી લગ્ન બંધને બંધાઇ રહી છે. ચાલીસ વર્ષની કામ્યાએ ૨૦૦૩માં બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતાં. ૨૦૧૩માં બિગ બોસ ૭માં પણ તે ભાગ લઇ ચુકી છે. એ વર્ષે જ તેણે પતિ સાથે તલ્લાક લીધા હતાં. કામ્યા હાલમાં હેલ્થકેરના બિઝનેસ સાથે સંકળાયેલા શલભ ડંગ સાથે ડેટીંગ કરી રહી છે. ગણેશ ચતુર્થીએ ખુદ કામ્યાએ જ આ વાતનો ખુલાસો કર્યો હતો. કામ્યા અને શલભ આવતા વર્ષે લગ્ન કરી લેવાના છે. થોડા મહિના પહેલા જ શલભે કામ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. કામ્યાએ પણ ખુશી ખુશીથી લગ્ન માટે હા કહી દીધી હતી. કામ્યાએ કહ્યું હતું કે હું આવતા વર્ષે પરિણિતા બની જઇશે. હું અને શલભ એક મિત્ર દ્વારા મળ્યા હતાં. મારા પહેલા લગ્ન તૂટી ગયા હોઇ હું થોડી ચિંતીત હતી. પણ શલભે મને હિમત આપી હતી. તેના પર હવે મને એવો વિશ્વાસ બેસી ગયો છે કે હું તેને સોળ વર્ષની કન્યાના પહેલા પ્રેમની જેમ પસંદ કરી રહી છું. શલભના પણ આ બીજા લગ્ન છે.

 

(10:04 am IST)