Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અક્ષયકુમારની ફિલ્મ ૨.૦ નું ટ્રીઝર લોન્ચઃ ભારતની સૌથી મોંઘી ફિલ્મ ૨૯મીએ રિલીઝ થશે

મુંબઇઃ રજનીકાંત અને અક્ષય કુમારની મચ અવેટેડ ફિલ્મ ‘2.0’નું ટીઝર લોન્ચ થયું છે. 1.30 મિનિટના ટીઝરનો દરેક સીન વખાણવાલાયક છે. આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી માનવામાં આવી રહી છે. ‘2.0’થી અક્ષય કુમાર સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય નેગેટિલ રોલમાં જોવા મળશે. અક્ષય ડોક્ટર રિચર્ડ એટલે કે ક્રાઉ મેનની ભૂમિકામાં જોવા મળશે. રોબોટ ચિટ્ટી ‘2.0’માં પરત ફરશે. આ ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થશે.

અક્ષય કુમારે ગણેશ ચતુર્થીના દિવસે ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. ટીઝર શેર કરતાં અક્ષયે લખ્યું કે, “ગણેશ ચતુર્થીના પ્રસંગે ભારતની સૌથી મોટી ફિલ્મના શ્રીગણેશ કરું છું. સારા અને ખરાબ વચ્ચે સૌથી મોટી જંગ…કોણ કરશે નિર્ણય?”

સાયન્સ ફિક્શન બેસ્ડ મૂવીની સૌથી મહત્વની બાબત હોય છે VFX વર્ક. જે શાનદાર છે. VFXના કારણે ઘણીવાર ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી. આ ફિલ્મના VFXમાં હોલીવુડના સ્ટાન્ડર્ડ પ્રમાણેની ક્વોલિટી જોવા મળે છે. આ ફિલ્મના VFX જોઈને એક્સ મેન અને માર્વેલ સિરીઝ યાદ આવી જશે. આ ફિલ્મને 3D અને 2Dમાં લોન્ચ કરવામાં આવશે.

અક્ષય કુમારે ખુલાસો કર્યો કે ફિલ્મના મેકર્સે VFX પાછળ 544 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મનું બજેટ 400-500 કરોડની આસપાસ છે. ભારતમાં પ્રથમવાર કોઈ ફિલ્મના VFX પર આટલો બધો ખર્ચો કરવામાં આવ્યો છે. ફિલ્મના VFX જોઈને દંગ રહી જશો.

‘2.0’ ફિલ્મમાં એક્ટ્રેસ એમી જેક્સન પણ જોવા મળશે. 2010માં આવેલી ફિલ્મ ‘રોબોટ’માં ઐશ્વર્યા રાય બચ્ચન હતી. ‘રોબોટે’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ‘2.0’ને તમિલ અને હિંદીમાં રિલીઝ કરવામાં આવશે અને અન્ય 13 ભાષામાં ડબ કરાશે. ‘2.0’ને લઈને દર્શકોમાં ઉત્સાહ છે.

(4:56 pm IST)