Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ટીવી સ્ટાર શ્રધ્ધાના ડાન્સએ ચાહકોને કર્યા આકર્ષિત

ટીવી અભિનેત્રી શ્રધ્ધા આર્યા સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. અગાઉ સાઉથની ફિલ્મો પણ કરી ચુકેલી શ્રધ્ધાને રાતોરાત કુંડલી ભાગ્ય શો થકી નામના મળી હતી. આ શોની પ્રિતા અરોડા એટલે કે શ્રધ્ધાનો હાલમાં એક ડાન્સીંગ વિડીયો વાયરલ થયો હતો. જેને અસંખ્ય લોકોએ નિહાળ્યો હતો અને શ્રધ્ધાના ડાન્સના વખાણ કર્યા હતાં. કોરિયોગ્રાફર અને લોકપ્રિય ડાન્સર સનમ સાથે શ્રધ્ધા જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ ગીતમાં શ્રધ્ધાનો સેકસી અંદાજ સોૈને આકર્ષી રહ્યો છે. ટીવી શો ઉપરાંત તમિલ, તેલુગુ અને બોલીવૂડની ફિલ્મો પણ તેણે કરી છે. જો કે ટીવી શોને કારણે જ ઓળખ મળી છે. શ્રધ્ધાએ કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને અનેક જાણીતી એડમાં કામ કર્યુ હતું. દિલ્હીમાં જન્મેલી શ્રધ્ધાએ ગયા મહિને ૧૭ ઓગષ્ટે જન્મદિવસ ઉજવ્યો હતો.

(10:17 am IST)