Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

લાંબા સમયે ફિલ્મી પરદે આવશે બિપાશા બસુ

બોલીવૂડની બ્લેક બ્યુટી બંગાલી બાળા બિપાશા બસુ લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર છે. હવે તેને સુપરહિટ ફિલ્મ 'વો કોૈન થી'ની રિમેક મળી ગઇ છે. ૧૯૬૪માં આવેલી આ ફિલ્મ જે તે વખતે ખુબ સફળ નિવડી હતી. પ્રારંભે ચર્ચા હતી કે આ ફિલ્મની રિમેકમાં ઐશ્વર્યા રાયને રોલ મળ્યો છે. પણ હવે બિપાશા બસુનું નામ સામે આવ્યું છે. આ ફિલ્મનું શુટીંગ પણ ૧૦ ઓકટોબરથી શરૂ થઇ જશે. ફિલ્મની કહાનીમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. બિપાશા સાથે અર્જુન એન. કપૂર અભિનયની શરૂઆત કરશે. અર્જૂન એક જાણીતા પ્રોડ્યુસર છે. તેણે પ્રેરણા અરોડા સાથે મળીને ઘણી ફિલ્મો બનાવી છે. વો કોૈન થી ફિલ્મમાં મનોજ કુમાર અને સાધનાએ મુખ્ય રોલ નિભાવ્યો હતો. એન એન સિપ્પી પ્રોડકશને એ ફિલ્મ બનાવી હતી. જેનું નિર્દેશન રાજ ખોસલાએ કર્યુ હતું.

(10:17 am IST)