Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મને 14 વર્ષની ઉંમરમાં જ અભિનયની લત લાગી ગઈ હતી : નસરુદ્દીન શાહ

મુંબઈ:સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે જીવનમાં પહેલીવાર સ્ટેજ પર એક નાટકમાં અભિનય કર્યો અને દર્શકોની તાળીઓ તથા શાબાશી મેળવી ત્યારે એવો ઉત્તેજિત થઇ ગયેલો કે ત્યારપછી બીજી કોઇ કારકિર્દીનું આકર્ષણ રહ્યું નહીં.'મારા એક મોટાભાઇ મને લશ્કરમાં જોડાવાની સલાહ આપતા હતા તો બીજા મોટાભાઇ હું એંજિનીયર બનું એવું ઇચ્છતા હતા. બંનેની ઇચ્છા કરતાં સાવ જુદી કારકિર્દી મેં અપનાવી એટલે શરૃમાં થોડો વિરોધ પરિવાર તરફથી થયો હતો. બાળપણમાં હું એકદમ અંતર્મુખ હતો એટલે મારે વ્યક્ત થવું હતું. વ્યક્ત થવાની એક માત્ર તક અભિનયમાં મળતી હતી.જો કે ટોચના અદાકારોના સતત છપાતા ફોટોગ્રાફ્સ અને વિદેશી કાર્સમાં એમને ફરતાં જોઇને એનું પણ એક આકર્ષણ થયું હતું' એમ નસીરુદ્દીને કહ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે મેં ધી ઓલ્ડ મેન એન્ડ સી ફિલ્મમાં સ્પેન્સર ટ્રેસીને જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું સ્ટાર બની શકું એવું મારું વ્યક્તિત્વન નથી. અભિનેતા અને સ્ટાર વચ્ચેનો ફરક મને ત્યારે સમજાયો હતો. જો કે મેં અભિનેતા અને સ્ટાર બંને બનવાના પ્રયાસો કર્યા હતા.તેમણે વધુમાં કહ્યંુ હતું કે આજે અભિનય પ્રત્યે પહેલાં જેવો અણગમો કે સૂગ રહ્યાં નથી. અભિનય પણ એક સરસ આવક આપતો વ્યવસાય છે હકીકત હવે લોકો સમજતા થયા છે. આજે મારા પિતા હયાત હોત તો મને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે હસ્તધૂનન કરતાં જોઇને ગૌરવ અનુભવ્યું હોત. પરંતુ હું અભિનેતા બન્યો સમય જુદો હતો.

(4:58 pm IST)