Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પોતાને સુપરસ્ટાર નથી સમજતો વરૂણ ધવન

વરૂણ ધવન પોતાની ફિલ્મ 'સુઇ ધાગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્માનો મુખ્ય રોલ છે. છ વર્ષથી વરૂણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેની રિલીઝ થયેલી લગભગ તમામ ફિલ્મો હિટ નિવડી છે. આમ છતાં વરૂણ પોતાની જાતને સુપરસ્ટાર સમજતો નથી. વરૂણ કહે છે હું સુપરસ્ટારના ટેગથી દુર રહેવા ઇચ્છુ છું. મેં બાળપણમાં સંજય દત્ત અને સલમાન ખાનના સ્ટારડમને જોયું છે. હું સુપરસ્ટાર જેવા શબ્દોના પ્રયોગથી બચવા ઇચ્છુ છું. મેં ૧૧ ફિલ્મો કરી છે અને તેના કારણે મને જે સફળતા મળી છે તેનાથી હું ખુશ છું. પ્રશંસકો સાથે પણ મારી જોડાણ સારુ છે. હું માનુ છું કે સફળતા મળવાની સાથે જવાબદારી પણ વધી જાય છે. તમારી ફરજ બની જાય છે કે વધુ સારું કામ કરીને દર્શકોને વધુ મનોરંજન આપો.

 

(9:47 am IST)
  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • પોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST

  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST