Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

તુર્કિશ અભિનેત્રી હેન્ડે એર્સેલની બોલીવૂડમાં એન્ટ્રી

બોલીવૂડમાં વિદેશ અને સાઉથમાંથી આવેલી અનેક અભિનેત્રીઓ કામ કરી રહી છે અને અમુક તો ખુબ ટોચનું સ્થાન મેળવી ચુકી છે. આવી જ એક અભિનેત્રી બોલીવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. હેન્ડે એર્સેલ નામની અભિનેત્રીને હોલીવૂડની ફિલ્મોના શોખીનો ઓળખતા જ હશે. ૧૯૯૩માં ૨૪ નવેમ્બરે જન્મેલી આ પચ્ચીસ વર્ષિય અભિનેત્રીએ હોલીવૂડની બે ફિલ્મોમાં જ કામ કર્યુ છે. પણ હવે તે બોલીવૂડમાં રાહુલ મિશ્રાની ફિલ્મ થકી એન્ટ્રી કરી રહી છે. આ તુર્કિશ અભિનેત્રીએ ભારત આવી નવેમ્બરમાં ફિલ્મના શુટીંગની શરૂઆત કરશે. આ ફિલ્મ માટે અન્ય કલાકારોના નામ હવે નક્કી થશે. આ તુર્કિશ અભિનેત્રી ફિલ્મોના શોખીનોના દિલમાં રાજ કરશે તેવું સમજાય છે.  કેટરીના કૈફ, જૈકલીન ફર્નાન્ડિઝ સહિતની વિદેશી અભિનેત્રીઓ બોલીવૂડમાં સ્થાન બનાવી ચુકી છે. હવે હેન્ડે એરસેલ કેવી કમાલ બતાવશે તે જોવું રહ્યું. હેન્ડે ઇંસ્ટાગ્રામ પર ૧૦.૩ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

(10:14 am IST)