Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

'સુઈ ધાગા'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: લાંબા સમયથી વરૂણ ધવન અને અનુષ્કા શર્માની આવનારી ફિલ્મસુઇ ધગા: મેડ ઇન ઇન્ડિયાને લઇ ચર્ચાઓ ચાલી રહી હતી. વરૂણ અને અનુષ્કા બંને ફિલ્મમાં ખૂબ અલગ અંદાજમાં દેખાઇ રહ્યાં છે. આખરે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું. ફિલ્મનું નિર્દેશન શરત કટારિયાએ કર્યું છે, જે આની પહેલાં યશરાજ બેનરની સુપરહિટ ફિલ્મદમ લગા કે હઇશાપણ નિર્દેશિત કરી ચૂકયા છે અને કંઇક એવી દેશી ફલેવર તમનેસુઇ-ધાગાના ટ્રેલરમાં પણ જોવા મળશે.ટ્રેલરમાં દેખાડ્યું છે કે વરૂણ ધવન ફિલ્મમાં મૌજી નામના શખ્સનું પાત્ર નિભાવી રહ્યો છે, જે પોતાનું કંઇ ના હોવા છતાં પણબધું સરસ છેના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. તેની પત્ની મમતા એટલે કે અનુષ્કા શર્મા જેની સાથે તેના એરેન્જ મેરેજ થયા છે. પરિવારની સાથે રહેનાર મમતા અને મૌજી, પતિ-પત્ની તો છે પરંતુ એકબીજાની સાથે વધુ સમય વિતાવી શકતા નથી. મૌજી પોતાના માલિકના ત્યાં સિલાઇનું કામ કરે છે, પરંતુ તેનો માલિક તેની ઇજ્જત કરતો નથી. તે તેને કયારેક કૂતરો બનાવે છે તો કયારે કંઇ પણ અને બધું જોઇ મમતા ખૂબ દુખી થઇ જાય છે અને પોતાના પતિના સમ્માન માટે પોતાનું કામ કરવાનું કહે છે. અહીંથી શરૂ થાય છે મૌજીનું પોતાનું કામ કરવાની ખેલના. ફિલ્મનું ટ્રેલર ખૂબ મજેદાર લાગી રહ્યું છે અને જેમાં વરૂણ-અનુષ્કા એકદમ હટકે દેખાઇ રહ્યાં છે.

(5:07 pm IST)