Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સલમાન ખાન 'ભારત' ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત : ફુરસદના સમયમાં માતા સાથે માલતામાં ફરવાના સ્થળોએ પરિભ્રમણઃ સોશ્યલ મીડીયામાં ફોટા શેર કર્યા

મુંબઇઃ ફિલ્મ અભિનેતા સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ભારતના શુટીંગ માલતામાં વ્યસ્ત છે. આ વખતે તેમની સાથે તેમના માતા પણ ગયા છે. જેમની સાથે ફુરસદના સમયે તે ફરવા લાયક સ્થળે જાય છે.

આ વખતે તેમની ટીમ સાથે એક ખાસ વ્યક્તિ છે જેની સાથે સલમાન તેનો અંગત સમય ગાળી રહ્યો છે. આ ખાસ વ્યક્તિ નથી કેટરિના કૈફ કે નથી કહેવાતી ગર્લફ્રેન્ડ લુલિયા વેંતૂર. આ વખતે સલમાન પોતાની સાથે પોતાની માતા સલમા ખાનને લઈ ગયો છે.

હાલમાં મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે સલમાન ફુરસતના સમયે પોતાના માતા સાથે ફરવાની મજા માણતા જોવા મળ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેયર કરી છે. આ ફોટો સાથે લખ્યું છે “With the love of my life.” સલમાને લાંબા સમય પછી પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી આવી અંગત તસવીર શેયર કરી છે.

ફિલ્મ 'ભારત'ના મુંબઈ શેડ્યુલના શૂટિંગ પછી હવે સલમાને માલટામાં એનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે અને એમાં કેટરિના કૈફ, દિશા પટણી, તબ્બુ અને નોરા ફતેહી લીડ રોલમાં છે. આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માઇ ફાધર'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં 1950થી માંડીને 2014 સુધીના સમયગાળાને દર્શાવવામાં આવ્યો છે. 'ભારત' ઇદ 2019માં રિલીઝ થશે.

 

(6:11 pm IST)