Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

શાહિદ સાથે ઉર્વશી.. ઉર્વશી ગીત પર ડાન્સ કરશે કિયારા

નિર્દેશક શ્રીનારાયણસિંહની ફિલ્મ બત્તી ગૂલ મિટર ચાલુ જ્યારથી બની રહી છે ત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં લાઇટ બીલને લગતો મહત્વનો મુદ્દો છે. હવે આ ફિલ્મમાં એક જુનુ ગીત રિમીકસ કરીને જોડવામાં આવ્યું છે. જેમાં શાહિદ કપૂર સાથે કિયારા અડવાણી ડાન્સ કરતી જોવા મળશે. ૧૯૯૪માં આવેલી ફિલ્મ કંધાલનની હિન્દી આવૃતિ હમ સે હૈ મુકાબલા બધાને ગમી હતી. જેમાં એક ગીત ઉર્વશી ઉર્વશી ટેક ઇટ ઇઝી...હતું. પ્રભુદેવાનું આ ગીત હજુ આજે પણ બધાને ગમે છે. આ ગીતને રિક્રિએટ કરીને શાહિદ-શ્રધ્ધાની ફિલ્મમાં લેવાયું છે. ઓરિજીનલ ગીત એ. આર. રહેમાને શંકર મહાદેવન અને નોએલ જેમ્સ સાથે મળીને ગાયુ હતું. પણ નવા ગીતને હનીસિંહે લખ્યું અને ગાયું છે. ઉર્વશી...લાઇનને બદલવામાં આવી નથી. કિયારા કહે છે હું પ્રભુદેવાની મોટી ચાહક છું. તેથી આ ગીત કરવું ખુબ ગમ્યું છે. 

(9:14 am IST)