Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આવા રોલ વિશે કદી વિચાર્યુ નહોતું: સોનમ અરોરા

ટીવી શો શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી કલર્સ ચેનલ પર ૨૦૧૬થી ચાલી રહ્યો છે. ડ્રામા ટાઇપ આ શોએ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને અંગેના સ્ટિરિયોટાઈપ્સ તોડવામાં સારો એવો ભાગ ભજવ્યો છે. શોનું મુખ્ય પાત્ર સૌમ્યા સિંહ ટ્રાન્સજેન્ડર છે. આ પડકારજનક પાત્ર રૂબીના દિલેક ભજવી રહી છે. આ ઉપરાંત અન્ય એક એન્જલ નામનું પાત્ર છે એ પણ ટ્રાન્સજેન્ડર છે. આ પાત્ર સોનમ અરોરા નિભાવી રહી છે. સોનમ પોતાના આ પાત્રને દર્શકો તરફથી મળી રહેલા પોઝિટિવ પ્રતિભાવને કારણે અત્યંત ખુશ છે. તેણે કહ્યું હતું કે મેં કયારેય વિચાર્યુ પણ નહોતું કે મારી કારકિર્દીમાં હું કદી આ પ્રકારનું પાત્ર ભજવીશ. મારા પરિવારે પણ શોમાં મારી એન્ટ્રી જોઇ હતી અને મારા પપ્પાએ તો મને ફોન કરીને વખાણ કર્યા હતાં.  તેઓ બહુ જ ખુશ હતા. મારા કુટુંબના મોટાભાગના સભ્યો કર્નાલ અને પંજાબમાં રહે છે. તેઓ થોડા અંશે મારા દ્વારા ભજવાઇ રહેલા ટ્રાન્સજેન્ડરના પાત્રને કારણે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં. કેટલાકે તો ફોન કરીને એવું પણ પુછી લીધું હતું કે તું આ કેવા પ્રકારના રોલ નિભાવી રહી છે. પણ હું મારા આ રોલથી ખુશ છું.

(10:11 am IST)