Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહ્યા છે વરૂણ અને મનજોતસિંહ

ફૂકરે ફિલ્મના તમામ પાત્રોએ દર્શકોને ભરપુર મનોરંજન કરાવ્યું છે. ફૂકરે ગેંગ હવે ફરીથી સોની લીવના હુત્ઝપા શો દ્વારા દર્શકો સામે આવી રહી છે. ૨૩મીથી શરૂ થનારા આ શોમાં દર્શકો વરૂણ શર્મા, મનજોત સિંહ, તાન્યા માનિકતલા, ગૌતમ મેહરા, એલનાઝ નોરોઝી અને ક્ષિતિજ ચૌહાણને જોઇ શકશે. ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના પ્રભાવને આ શોમાં દેખાડવામાં આવશે. દિનેશ વિજને આ શોનું નિર્માણ કર્યુ છે. આ શોના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પર વરૂણ શર્મા અને મનજોતસિંહ એન્ટ્રી કરી રહ્યા છે. વરૂણે કહ્યું હતું કે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાની દુનિયા લોકોના જીવનનાં અવિભાજ્ય અંગ બની ગયાં છે. એટલી હદ સુધી કે લોકો માન્યતા મેળવવા વ્યકિતત્વ પણ બદલી દે છે. મનજોત સિંહે કહ્યું હતું કે આ એક દિલચસ્પ અને સંપૂર્ણપણે મનોરંજક સ્ટોરી છે. તાન્યા માનિકતલાએ કહ્યું હતું કે જોરદાર સ્ક્રિપ્ટ અને શાનદાર ટીમને કારણે હું પાત્ર ભજવવા તૈયાર થઇ છું. તાન્યા અગાઉ એ સુટેબલ બોય, ફલેમ્સ સહિતના શો કરી ચુકી છે.

(10:10 am IST)