Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઇશા દેઓલે હેમામાલિનીની તબિયત ખરાબ હોવાની વાતને અફવા ગણાવી

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી એશા દેઓલે તેની માતા અને અભિનેત્રી હેમા માલિનીના સ્વાસ્થ્ય અંગેની અફવાઓને નકારી કાઢી કહ્યું છે કે તે 'ફીટ અને બરાબર' છે. ઇન્ટરનેટ પર હેમા માલિનીની તબિયત લથડતા હોવાના અનેક અહેવાલો પછી ઇશાએ ટ્વિટર પર એક ખુલાસો રજૂ કર્યો હતો.ઇશાએ રવિવારે સવારે બનાવેલી પોસ્ટમાં લખ્યું, "મારી માતા હેમામાલિની એકદમ ફિટ અને બરાબર છે. તેમના સ્વાસ્થ્ય વિશે ચાલી રહેલા સમાચારો એકદમ ખોટા છે, તેથી આવી અફવાઓ પર પ્રતિક્રિયા આપશો નહીં! તમારા પ્રેમ માટે તમારો આભાર."

(5:16 pm IST)
  • અમરનાથ યાત્રા ઉપર પ્રતિબંધ મૂકવા સુપ્રિમની ''ના'' : આરોગ્યની જાળવણી કરવી એ તંત્રનું કામઃ આયોજનની સાવચેતીના પગલા અંગે વહીવટી તંત્ર નિર્ણય કરશેઃ તમામ દિશા નિર્દેશોનું પાલન થાય એ જરૂરીઃ સર્વોચ્ચ અદાલત access_time 5:10 pm IST

  • ખંભાળિયામાં તંત્રની બેદરકારી : કોરોના કહેર વચ્ચે લોકો ભૂલ્યા ભાન: સિંહણ ડેમ ઓવરફલો થતા મોટી સંખ્યામાં લોકો ઉમટયા : ડેમ પર નાવા માટે લોકો પહોચ્યા access_time 8:59 pm IST

  • ભાવનગર પંથકમાં આવેલા શિહોર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પ્લાસ્ટીકની ડોલથી ઢાંકી દઈ દારૃની બોટલ મૂકી કોઈ નશાખોર અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો હોવાની ભારે ચર્ચા access_time 7:02 pm IST