Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોમેડી-ડ્રામા ફિલ્મ 'લૂટકેસ' 31 જુલાઈએ થશે રિલીઝ

મુંબઈ:ફોક્સ સ્ટાર હિન્દીના આગામી સાહસ 'લૂટકેસ', જે તાજેતરમાં ઓટીટી રિલીઝ માટે પુષ્ટિ મળી હતી, તેની રિલીઝની તારીખ જાહેર કરી છે. ફિલ્મના ટ્રેલરને તેની બોલચાલ અને અસામાન્ય સ્ટોરીલાઇન માટે ઘણી પ્રશંસા મળી છે અને હવે આ ફિલ્મ હવે 31 જુલાઈ 2020 ના રોજ રીલિઝ થવા માટે તૈયાર છે. લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝનીપ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી રિલીઝ થશે.'લૂટકેસ' એક આધેડ કુટુંબના માણસની વાર્તા દર્શાવે છે. તે હાસ્યથી ભરેલી ફિલ્મ છે, જેમાં વ્યક્તિને પૈસાથી ભરેલું સુટકેસ મળે છે.કૃણાલ કેમુ, રસિકા દુગલ, રણવીર શોરે, વિજય રાજ ​​અને ગજરાજ રાવ અભિનિત આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણન કરી રહ્યા છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ અને સોડા ફિલ્મ્સ પ્રોડક્શન્સ નિર્દેશિત છે અને રાજેશ ક્રિષ્નન અને કપિલ સાવંત દ્વારા લખાયેલ છે.

(5:16 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝાટકો : કોંગ્રેસના બળવાખોર અદિતિસિંહ અને રાકેશ સિંહ વિધાનસભાના સભ્યપદે ચાલુ રહેશે access_time 7:04 pm IST

  • ઓગષ્ટના બીજા અઠવાડીયામાં કેન્દ્રીય કેબીનેટમાં મોટા ફેરફારો : ૮ નવા ચહેરાઓનો સમાવેશ થશે : ઓગષ્ટના બીજા અઠવાડીયામાં મોદી સરકારનું વિસ્તરણ અને ફેરફારો થવાની પૂરી સંભાવના : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાંથી એક-એક મળી ૮ નવા ચહેરાઓનો સમાવેશ થશે : રાજય સભામાં તાજેતરમાં ચૂંટાયેલા બે સાંસદોને પણ કેન્દ્રીય કેબીનેટમાં પ્રવેશ મળશે : ૧૩ થી ૧૫ કેન્દ્રીય પ્રધાનોના પોર્ટફોલીયોમાં તેમના કાર્યને આધારીત ફેરફારો આવી શકે છે access_time 5:40 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો: છેલ્લા 24 કલાકમાં 28,178 નવા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 9,07,645 કેસ થયા :3,11,442 એક્ટિવ કેસ :કુલ 5,72,112 દર્દીઓ રિકવર થયા :વધુ 540 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 23,727 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6497 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,60,924 થઇ: તામિલનાડુમાં નવા 4328 કેસ સાથે કુલ કેસનો આંક 1,42,798 થયો :દિલ્હીમાં વધુ 1246 કેસ સાથે કુલ કેસનો આંક 1,13,740 થયો :કર્ણાટકમાં નવા 2738 કેસ : તેલંગાણામાં નવા 1550 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1654 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 1935 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 1435 કેસ અને બિહારમાં 1116 નવા કેસ નોંધાયા access_time 1:12 am IST