Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મિસ્ટર બજાજનો રોલ વધુ સારો લાગ્યો કરણને

ટીવી અભિનેતા કરણ પટેલને કસોટી જિંદગી કી શોમાં નવા મિસ્ટર બજાજનો રોલ મળ્યો છે. કરણે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેને આ શો મળ્યો એ પહેલા નાગિન-૫ માટેની ઓફર પણ આપવામાં આવી હતી. પરંતુ મિસ્ટર બજાજના રોલમાં મારા માટે વધુ સારું કામ જણાતાં મેં આ શો સ્વીકાર્યો હતો. કરણે એમ પણ કહ્યું હતું કે નાગિન-૫માં મારા પાત્રની જરૂરીયાત કેટલી અને કેવી હશે તે પણ ખબર નથી. કસોટી જિંદગી કીમાં પ્રારંભે મિસ્ટર બજાજનો રોલ કરણસિંહ ગ્રોવરે નિભાવ્યો હતો. હવે તેની જગ્યાએ કરણ પટેલને લેવામાં આવ્યો છે. નવા એપિસોડ માટે શુટીંગ ચાલુ થઇ ગયું છે. કરણ પટેલે કહ્યું હતું કે મિસ્ટર બજાજ એક આઇકોનિક કેરેકટર છે. યે હૈ મહોબ્બતે પછી મને કસોટીમાં કામ કરવાની તક મળતાં  મને લાગે છે કે મેં સારું કામ કર્યુ જ હશે. બજાજના રોલ માટે કરણે પોતાનો લૂક પણ બદલવો પડ્યો છે. માથાના થોડા ઘણા વાળ પણ સફેદ જોવા મળશે. આ રોલ મારા માટે નવો હશે અને મારી પત્નિ અંકિતાને પણ લૂક ગમ્યો છે.

(9:54 am IST)