Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અદ્વિક મહાજન માટે ફિલ્મનો રોલ ટર્નિંગ પોઇન્ટ બનશે

હિન્દી ફિલ્મોમાં ટીવી જગતના અનેક ચહેરાઓ સમયાંતરે એન્ટ્રી કરતાં રહે છે. અમુક સફળ થઇ આગળ વધી જાય છે અને અમુક બેક ટુ પેવેલિયન એટલે કે ફરીથી ટીવી પરદે પહોચી જાય છે. હવે તો ઓટીટી પ્લેટફોર્મ પણ કલાકારોને કામ આપી રહ્યું છે. વધુ એક ટીવી અભિનેતા ફિલ્મી પરદે પહોંચી રહ્યો છે. સ્ટાર પ્લસના શો દિવ્ય દ્રષ્ટીમાં જોવા મળેલો અદ્વિક મહાજન અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનું ખુબ મહત્વનું પાત્ર છે. અક્ષય કુમારની આ બહુચર્ચીત અને બહુપ્રતીક્ષીત ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આમ તો અદ્વિકે અગાઉ ૨૦૦૮માં કોન્ટ્રેકટ નામની હિન્દી ફિલ્મ કરી હતી. પરંતુ તેને ઓળખ કલર્સના શો બાની-ઇશ્ક દા કલમા થકી મળી હતી. અદ્વિકે સોશિયલ મિડીયા પર લક્ષ્મી બોમ્બનું પોસ્ટર મુકીને પોતે પણ આ ફિલ્મમાં છે તેની જાણકારી આપી છે. આ ફિલ્મ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ બની રહેશે તેવી તેને આશા છે.

 

(9:53 am IST)