Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રિતીક રોશનની ધમધોકાર તૈયારી

રિતીક રોશનને સુપરહીરો બનાવનાર ક્રિશ સિરીઝની ચોથી ફિલ્મની ધમધોકાર તૈયારી થઇ રહી છે. રાકેશ રોશને પુત્ર રિતીકને લઇને અત્યાર સુધીમાં ક્રિશ સિરીઝની ત્રણ ફિલ્મો આપી છે. હવે ચોથી ફિલ્મ માટે રાકેશ તથા લેખકોની ટીમો સ્ક્રિપ્ટ પર સતત કામ કરી રહ્યા છે. સ્પેશિયલ ઇફેકટ્સ માટે ભારત અને વિદેશના ટેકનીશિયનો સાથે વાત ચાલી રહી છે. રાકેશ રોશન જાણે છે કે એવેન્જર્સ જેવી ફિલ્મ જોયા પછી ભારતીય દર્શકોને રિઝવવા માટે વિશ્વસ્તરની ફિલ્મ બનાવવી પડશે. ક્રિશ-૪માં વધુ રોમાંચ હશે. સુપરહીરો ક્રિશ પોતાના પિતા રોહિત કુમાર અને પ્યારા દોસ્ત જાદૂને ફરીથી લાવવા પ્રયાસો કરતો દેખાશે. ચર્ચા છે કે ડબલ ટ્રીટની જેમ રિતીક રોશનને બે અવતારમાં દેખાડવામાં આવશે. એક ક્રિશ અને બીજો રોહિતના રૂપમાં. રોહિત મહેરા અને જાદૂના પાત્રો ખુબ લોકપ્રિય છે. આ કારણે સિરીઝની ચોથી ફિલ્મમાં આ બંને પાત્રો પુનર્જિવિત થાય તેવી શકયતા છે. સુપર ખલનાયક તેની એક સેના સાથે હશે, જે ક્રિશ સાથે જબરી ટક્કર લેશે. જો કે હજુ ચાહકોને આ ફિલ્મ માટે ઘણો સમય રાહ જોવી પડશે.

(9:53 am IST)