Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આ શખ્સના લીધે અમિતાભ બચ્ચન બની શક્યા હતા બોલીવુડના મહાનાયક

મુંબઈ: વર્ષ 1973માં પ્રદર્શિત સુપરહિટ ફિલ્મ જંજીર જેમાં અમિતાભ બચ્ચન એંગ્રી યંગ અને સુપરસ્ટાર બનીને ઉભર્યા હતા.આ પાછળ પ્રકાશ મેહરાનો આભાર માનવો જોઈ. ફિલ્મ માટે પ્રકાશ મેહરાએ અમિતાભને એક રૂપિયો સાઈનિંગ એમાઉન્ટ આપી હતી.ઉત્તર પ્રદેશના બિજનૌરમાં 13 જુલાઈ 1939માં જન્મેલ પ્રકાશ મેહરા પોતાના કેરિયરની શરૂઆતી દોરમાં અભિનેતા બનવું હતું પણ કિસ્મતે તેમને નિર્દેશક બનાવી દીધા હતા.60ના દાયકમાં પ્રકાશ મેહરા મુંબઈમાં પોતાનું અભિનેતા બનવાના સપના સાથે આવ્યા હતા. શરૂઆતમાં તો અભિનેતા તરીકે રોલ તો મળી ગયો પણ તેમાં જામ્યું નહીં અને વર્ષ 1966માં ફિલ્મ હસીના માન જાયેંગીનું નિર્દેશન કર્યું। આ ફિલ્મમાં શશી કપૂર ડબલ રોલમાં નજરે પડ્યા હતા. વર્ષ 1973માં જંજીર ફિલનું નિર્દેર્શન કર્યું અને આ ફીલ્મના લીધે અમિતાભ બચ્ચન મહાનાયક બની ગયા.આ પછી તો અમિતાભ અને પ્રકાશની જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મમો આપી જેમાં લાવારિસ, મુક્દરક સીકનડર, નમક હલાલ,શરાબી, હેરાફેરી જેવી ફિલ્મો બનાવી, પ્રકાશ મેહરા સફળ નિર્દેશની સાથોસાથ સારા ગીતકાર પણ હતા. તેમને અમિતાભ બચ્ચનની ફિલ્મ લાવરીટ્સમાં ઓ સાથી રે તેરે બીના બી ક્યાં જીના।.. જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ...... જવાન જાણે મન। ....... દિલ તો દિલ,,,,,, દે દે પ્યાર દે..... આપણી તો જૈસે તેસે કટ જયગી।...જેવા સુપરહિટ ગીત લખ્યા છે.

(2:47 pm IST)