Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બાગી-૩ માટે વિશેષ તાલિમ લેશે ટાઇગર

બાગી અને બાગી-૨ની શાનદાર સફળતા પછી હવે બાગી-૩ પણ બનશે. નિર્માતા સાજીદ નડિયાદવાલાએ આ માટે ઘોષણા કરી દીધી છે. ફિલ્મમાં ચોક્કસપણે મુખ્ય રોલ ટાઇગર શ્રોફનો જ હશે. ફિલ્મનું નિર્દેશન અહેમદ ખાન કરશે. આ વખતે એકશનના લેવલને અગાઉની બે ફિલ્મો કરતાં પણ વધુ ઉંચુ લઇ જવામાં આવશે. આ માટે ખાસ તૈયારી શરૂ થઇ ગઇ છે. અહેમદ ખાન જાણે છે કે સિરીયામાં અનેક ટ્રેનિંગ કેમ્પ છે. ટાઇગર શ્રોફને ત્યાં જઇને ટ્રેનિંગ લેવાનું કહેવાયું છે. ટાઇગર ત્યાં જઇને એમ-૧૬, એટી-૪ અને રોકેટ લોન્ચર કઇ રીતે ચલાવાય તે શીખશે. ફિલ્મનું ઘણું ખરું શુટીંગ પણ સિરીયામાં જ કરવાની અહેમદની ઇચ્છા છે. જો કે ત્યાંની પરિસ્થિતિ આ માટે અનુકુળ નથી. પણ અહેમદ કહે છે સ્ક્રિપ્ટની ડિમાન્ડ તો આ જ છે. મિડલ ઇસ્ટર્ન દેશોમાં પણ શુટીંગ થશે.

 

(9:43 am IST)