Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વાણી કપૂરને મળ્યું બોલીવુડના સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવાની તક...

મુંબઇવાણી કપૂરે પોતાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેને બોલીવૂડના ટોચના અભિનેતાઓ સાથે રૂપેરી પડદે કામ કરવાની તક મળી છેવાણી કપૂર હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથેની એક ફિલ્મમાં કામ કરશે. ઉપરાંત તે રણબીર કપૂર અને સંજય દત્ત સાથે શમશેરા ફિલ્મમાં કામ કરશે.વાણી ૨૦૧૬માં રણવીર સિંહ સાથે બેફ્રિક્રેમાં જોવા મળી હતી, ત્યાર પછી તે કોઇ ફિલ્મમાં દેખાણી નથી. વાણી હાલ પોતાના થોડા મિત્રો સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

(4:44 pm IST)
  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST