Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

શાહરુખ ખાન બનશે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ગેસ્ટ

મુંબઇ: વર્ષે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા સુપર સ્ટાર કમ ફિલ્મ સર્જક શાહરુખ ખાન સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપશે. વર્ષના ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સાહસનો થીમ નક્કી કરાયો છે. આઠમી ઑગષ્ટથી ફેસ્ટિવલ શરૃ થશે અને ૧૭ ઑગષ્ટે એની પૂર્ણાહુતિ થશે. શાહરુખે કહ્યું હતું કે મને ઉદ્ઘાટન માટે નિમંત્રિત કરવા બદલ હું આયોજકેા અને ઓસ્ટ્રેલિયન સરકારનો આભારી છું. આમંત્રણને હું મારા સન્માન સમાન ગણું છુંઅમે ચક દે ઇન્ડિયાનું શૂટિંગ અહીં કર્યું હતું અને મને સાહસ શબ્દનો સાચ્ચો અર્થ સમજાયો હતો. આપણા વિશાળ ફિલ્મ ઉદ્યોગને બિરદાવતો ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે એને હું બોલિવૂડના ગૌરવ સમાન સમજું છું. મને ત્યાં હાજરી આપતાં ખરેખર આનંદ થશે. હું અત્યારથી ફેસ્ટિવલના મુદ્દે સારો એવો ઉત્તેજિત છું.

(4:43 pm IST)
  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • ''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST