Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ

મુંબઇ તા. ૧૪: સ્ટાર પ્લસ પર ટૂંક સમયમાં નવો શો કહાં હમ કહાં તુમ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શોને પ્રમોટ કરવા માટે સ્ટાર પ્લસે ખાસ આયોજન કર્યું છે. ડોકટર અને એકટરની લવ સ્ટોરી ધરાવતા આ ડેયલી સોપને પ્રમોટ કરવા માટે રિયલમાં પણ ડોકટર્સની મદદ લેવાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ સિરીયલના સ્ટાર્સ દીપિકા કક્કડ અને કરણ ગ્રોવરની સાથે સાથે ડોકટર્સની એક ટીમ પણ શોનું પ્રમોશન કરશે.

મુંબઈમાં આ શોના પ્રમોશન માટે એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેલીવિઝનના એકટર્સની સાથે મુંબઈના જાણીતા ડોકટર્સ ભેગા થઈને કહાં હમ કહાં તુમનું પ્રમોશન કરશે. આ કાર્યક્રમમાં અદા ખાન, રશ્મી દેસાઈ, તનાઝ કુર્રિમ, અલીશા પવાર હાજર રહેશે, તો મુંબઈના ટોચના સર્જન અમનદીપ ગુજરાલ, વિરલ દેસાઈ હાજર રહેશે.

આ શોમાં બે જુદી-જુદી પરિસ્થિતિમાં જીવતા બે પાત્રોની વાર્તા છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલની સાથે બે અલગ-અલગ વ્યવસાયો ધરાવે છે. એક પાત્ર એકટ્રેસ છે અને બીજું પાત્ર ડોકટર છે. ટેલીવિઝનના ઈતિહાસમાં પહેલી વખત બે જુદા જુદા ક્ષેત્રના દિગ્ગજો એક જ જગ્યાએ ભેગા થઈને કોઈ શોનું પ્રમોશન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 'કહાં હમ કહાં તુમ' શો માધુરી દીક્ષીતની લવ સ્ટોરી પર આધારિત હોવાની પણ ચર્ચા છે. (૧૪.૫)

(10:25 am IST)