Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ફરી ઇમ્તિયાઝ સાથે કામ કરી ખુશ થયો રણદીપ

અભિનેતા રણદીપ હુડ્ડાએ નિર્દેશક ઇમ્તિયાઝ અલી સાથે ફિલ્મ 'હાઇવે'માં કામ કર્યુ હતું. પાંચ વર્ષ બાદ ફરીથી આ બંને સાથે કામ કરી રહ્યા છે. ઇમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ પુરૂ કરી લીધું છે. જેમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન મુખ્ય રોલમાં છે. રણદીપ હુડ્ડાને પણ આ ફિલ્મમાં ઇમ્તિયાઝે ખાસ રોલ આપ્યો છે. રણદીપે ઇમ્તિયાઝ સાથેની એક તસ્વીર પોસ્ટ કરી લખ્યું હતું કે હાઇવેના પાંચ વર્ષ પછી ફરીથી કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો છે. એક વ્યકિત તરીકે અને એક આર્ટિસ્ટ તરીકે મેં મારી જાતને ફરીથી ઓળખી છે. ઇમ્તિયાઝે પણ રણદીપ સાથેની તસ્વીર પોસ્ટ કરી લખ્યું હતું કે ફરી એકવાર સાથે કામ કરવું તાજગી ભર્યુ રહ્યું હતું. લવ આજકલ-૨નું મોટા ભાગનું શુટીંગ ઇમ્તિયાઝે પુરૂ કર્યુ છે. ૨૦૨૦ના વેલેન્ટાઇન ડે પર આ ફિલ્મ રિલીઝ થશે. રણદીપ હુડ્ડા આ ફિલ્મમાં લવગુરૂ જેવો રોલ નિભાવી રહ્યાની ચર્ચા છે. હરિયાણાના રોહતકના આ કલાકારે ૨૦૦૧થી મોનસૂન વેડિંગ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી.

(10:23 am IST)