Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભારત પછી સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં નોરા

મુળ કેનેડાની ડાન્સર, મોડેલ, અભિનેત્રી અને ગાયીકાએ બોલીવૂડ તથા સાઉથની ફિલ્મોમાં પણ નામના મેળવી લીધી છે. બોલીવૂડમાં તેણે ૨૦૧૪માં રોઅર-ટાઇગર્સ ઓફ સુંદરવન નામની ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી ક્રેઝી કુકડ ફેમિલીમાં કામ કર્યુ હતું. ત્યારબાદ તેલુગુ ફિલ્મ ટેમ્પર કરી હતી. એ પછી સાતથી વધુ તેલુગુ અને હિન્દી ફિલ્મો કરી ચુકી છે. અને એક પછી એક ફિલ્મો મળી રહી છે.  છેલ્લે સત્યમેવ જયતેમાં  રિમીકસ સોંગ દિલબર...દિલબર થકી ખુબ વાહવાહ મેળવી હતી. છેલ્લે સલમાન ખાનની ભારત ફિલ્મમાં તેણે લેટિન અમેરિકન છોકરીનો રોલ નિભાવ્યો હતો. નોરાને અપાયેલા આ પાત્રનું શુટીંગ માલ્ટામાં થયું હતું. નોરાએ આ રોલને ન્યાય આપવા માટે ખાસ મહેનત કરી અમેરિકન ભાષા પણ શીખી હતી. હવે તે સ્ટ્રીટ ડાન્સર-થ્રીડીમાં વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂર સાથે ખાસ રોલમાં જોવા મળવાની છે.

(10:23 am IST)