Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મનીષા કોઈરાલા કોન્ટ્રોવર્સીથી રહેવા માંગે છે દૂર

મુંબઈ: બોલીવુડ અભિનેતા સંજય દત્તની બાયોપિક સંજૂમાં તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી નરગીસ દત્તનો રોલ ભજવી રહેલ અભિનેત્રી મનીષા કોઈરાલાનુ કહેવુ છે કે તે હવે રોમેન્ટીક પ્રેમની રાહ નથી જોતી. 

 

મનીષા કોઈરાલાનુ કહેવુ છે કે, કદાચ સ્ત્રી-પુરુષવાળો પ્રેમ મારા નસીબમાં નથી. સારુ છે. ફરી કોઈ ખોટા સંબંધમાં પડવા કરતા સારુ છે કે હું કડવા સત્યને સ્વીકારી લઉ. હું ક્યારેય કોઈ પુરુષને મને દુઃખી કરવાની મંજુરી નહીં આપુ. કેંસરથી લડયા બાદ નવી જિંદગી મેળવનાર મનીષાએ જણાવ્યુ કે, ભલે મારી ખાનગી જિંદગી હોય કે મારુ કરીયર, હું હવે સમયમાં કોઈ ખોટી સ્થિતિનો સામનો નહીં કરી શકુ. મને ભગવાને બીજી વખત જીવવાની તક આપી છે. 
સંજૂ ફિલ્મમાં કેંસર રોગીનુ પાત્ર ભજવી રહેલ મનીષાએ જણાવ્યુ કે, સરળ નહતુ. દર્દ, પરેશાની અને પીડાને ફરી જીવવુ સરળ નહતુ. નરગીસજીનુ પાત્ર ભજવવા માટે ખૂબ આત્મિક શક્તિની જરુર હતી, પરંતુ આખરે અંતમાં બધુ કામ આવ્યુ કારણકે નરગીસજી એક પ્રતિષ્ઠિત પ્રતિભા હતી. મેં ફિલ્મમાં તેમના પાત્રને જીવવાનો પ્રયત્ન કર્યો છે. મહત્વનુ છે કે, ફિલ્મ સંજૂમાં રણબીર કપુરે સંજય દત્તનુ પાત્ર ભજવ્યુ છે.

(4:06 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST