News of Wednesday, 13th June 2018

સોનાક્ષી સિંહાએ ફિલ્મ કલંકનું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ: આલિયા ભટ્ટ, વરુણ ધવન, માધુરી દીક્ષિત અને આદિત્ય રોય કપુર હાલ અભિષેક વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ કલંકના શુટિંગમાં વ્યસ્ત છે, જેમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા આદિત્યની પ્રેમિકાના પાત્રમાં નજરે પડશે. સોનાક્ષી સિંહા પણ ચાલુ સપ્તાહે આ ફિલ્મનુ શુટિંગ શરુ કરવા જઈ રહી છે. 

 

સેટ પર હાજર એક સુત્રએ જણાવ્યુ કે, સોનાક્ષી સિંહા લંડનમાં આયોજિત એક ચેરીટી ઈવેન્ટમાં વ્યસ્ત હતી અને રવિવારે જ તે મુંબઈ પરત ફરી છે. તે આવતીકાલથી અંધેરી સ્ટુડીયોમાં કલંકના શુટિંગમાં જોડાશે, જે અઢી સપ્તાહ સુધી ચાલશે. તે આ પીરીયડ ડ્રામા ફિલ્મમાં ઈન્ડિયન અવતારમાં નજરે પડશે. આ દરમિયાન સોનાક્ષી પોતાના આગામી દબંગ ટૂરના રીહર્સલને લઈ વ્યસ્ત રહેશે, જે યુએસ અને કેનેડામાં ૨૨ જુનથી શરુ થવાનુ છે. સોનાક્ષી સિંહાએ હાલમાં જ આનંદ એલ રાયની હેપ્પી ફીર ભાગ જાએગીનુ શુટિંગ પૂર્ણ કર્યુ છે. આ ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત ડાયના પેંટી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ડાયના પેંટીની હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ છે.

(4:06 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • testing title access_time 10:45 am IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST