Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પતિ આદિત્ય ચોપરા અને કરણ જોહર વચ્ચે મતભેદ દૂર થાય તેવી રાની મુખર્જીની ઈચ્છા

મુંબઇ: અભિનેત્રી રાની મુખર્જી આજકાલ શાંતિદૂતનો રોલ ભજવી રહી છે. એના પતિ યશ રાજના સર્વેસર્વા આદિત્ય ચોપરા અને ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર વચ્ચેના મતભેદો મીટાવીને બંને વચ્ચે ફરી દોસ્તી સ્થાપવા રાની પ્રયાસો કરી રહી છે.

આદિત્યે જ્યારે શાહરુખ ખાન અને કાજોલને લઇને દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે ફિલ્મ બનાવી ત્યારે કરણે આદિત્યના સહાયક તરીકે કારકિર્દી શરૃ કરી હતી. એણે ફિલ્મમાં એક કેમિયો રોલ પણ કર્યો હતો. શાહરુખ ખાનના દોસ્ત તરીકેનો રોલ હતો.

પરંતુ ત્યારપછી કોણ જાણે શું થયું, આદિત્ય અને કરણ વચ્ચે અણબનાવ થયો અને બંને વચ્ચે અબોલા પણ સ્થપાઇ ગયા. કરણે પોતાની અલગ કેડી કંડારી અને કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મ બનાવ્યા પછી એની ગણતરી ટોચના ફિલ્મ સર્જકોમાં થવા લાગી એટલુંજ નહીં પરંતુ નવોદિતોના રાહબર તરીકે પણ એની નામની જામી ગઇ.તાજેતરમાં યશ રાજે સ્થાપેલા બેન્ડના પ્રમોશનમાં પણ કરણ જોહર સક્રિય હોવાનું જણાયુ હતું.

(7:23 pm IST)
  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST