News of Wednesday, 13th June 2018

રાજકુમાર હીરાની વધુ એક બાયોપિક બનાવવાની ફિરાકમાં

મુંબઇ:અભિનેતી સંજય દત્તની બાયો-ફિલ્મ બનાવનારા રાજકુમાર હીરાણી હવે વધુ એક બાયો-ફિલ્મ બનાવવા થનગની રહ્યા હોવાની માહિતી મળી હતી.

હીરાણીએ અગાઉ સંજય દત્તને લઇને મુન્નાભાઇ સિરિઝની કોમેડી ફિલ્મો બનાવી હતી જે બોક્સ ઑફિસ પર ટંકશાળ બની રહી હતી. ફિક્શનલ (કાલ્પનિક વાર્તાઓ પર આધારિત ) હતી. પરંતુ સંજય દત્તની બાયો-ફિલ્મ બનાવતી વખતે સાઉથ આફ્રિકામાં હતા ત્યાં  એમને એક નવો વિષય મળી ગયો હતો.સાઉથ આફ્રિકામાં વસતા હેરી ઉર્ફે હરમિન્દર નામના એક સૌથી શ્રીમંત વ્યકિતનું જીવન એમને બાયો-ફિલ્મ બનાવવા યોગ્ય લાગ્યુ ંહતું. પંજાબી વ્યક્તિ પહેરેલે કપડે ઘેરથી નાસી ગઇ હતી અને સાઉથ આફ્રિકામાં એટલો પુરુષાર્થ કર્યો કે આજે સાઉથ આફ્રિકામાં સૌથી વધુ શ્રીમંત છે. હીરાણીને વ્યક્તિ બાયો-ફિલ્મ બનાવવા માટે સૌથી વધુ યોગ્ય લાગી હતી. એટલે સંજુ રિલિઝ થઇ જાય ત્યારબાદ હીરાણી હેરીની બાયો-ફિલ્મ બનાવે એવી શક્યતા હોવાનું એમની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.હેરી દસ વર્ષ સુધી માફિયા ગેંગ અને સાઉથ આફ્રિકાની સરકાર વચ્ચે લીંક સમાન હતા. હીરાણીની હેરી સાથે મુલાકાત પણ થઇ હતી.

(4:04 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST